અન્વેષણ › યાત્રાળુઓ › એક અઠવાડિયામાં પવિત્ર ભૂમિ › યર્દન પર કસ્ર અલ-યહૂદ
એક અઠવાડિયામાં પવિત્ર ભૂમિ · મુકામ 11 · દિવસ 4
યર્દન પર કસ્ર અલ-યહૂદ

બાઇબલમાં
ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા ગાલીલથી યર્દન આવ્યા. ઇઝરાયલે યરીખોની સામે નદી પાર કરી; યરીખો પાસે એલિયા અને એલિશા કોરી જમીન પર થઈને તેને પાર ગયા.
ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?” પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું. જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. જુઓ, સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”કરાર કોશને ઊંચકનારા યાજકો જયારે યર્દન પાસે આવ્યા અને તેઓના પગ પાણીમાં પડ્યા યર્દન કાપણીની પૂરી ઋતુ દરમિયાન તેના બન્ને કિનારે છલકાતી હતી ત્યારે ઉપલી તરફથી વહેનાર પાણી ઠરી ગયું અને ઘણે દૂર સુધી, એટલે સારેથાન પાસેના આદમ નગર સુધી, ઢગલો થઈ ગયું. અને અરાબાના સમુદ્ર એટલે ખારા સમુદ્રની તરફ જે વહેતું હતું તે વહી ગયું અને લોક યરીખોની સામે પેલે પાર ઊતર્યા. ઇઝરાયલના સઘળાં લોકો કોરી જમીન પર ચાલીને પાર ઊતર્યા ત્યાં સુધી યહોવાહનો કરારકોશ ઊંચકનારા યાજકો યર્દનની મધ્યમાં કોરી જમીન પર ઊભા રહ્યા.પ્રબોધકોના પચાસ દીકરાઓ તેઓની સામે દૂર ઊભા રહ્યા અને તેઓ બન્ને યર્દન નદીને કિનારે ઊભા રહ્યા. એલિયાએ પોતાનો ઝભ્ભો લઈને તેને વીંટાળીને તેને પાણી પર માર્યો અને નદીના બે ભાગ થઈ ગયા, તેથી તેઓ બન્ને કોરી જમીન ચાલીને પેલે પાર ગયા. તેઓ નદી પાર ઊતર્યા પછી એમ થયું કે, એલિયાએ એલિશાને કહ્યું, “મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું?” એલિશાએ કહ્યું, “કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.” એલિયાએ કહ્યું, “તેં જે માગ્યું છે તે ભારે છે. તોપણ, જો તું મને તારી પાસેથી લઈ લેવાતો જોશે, તો તારે માટે એ શકય થશે, પણ જો નહિ જુએ, તો એવું નહિ થાય.” તેઓ વાતો કરતા કરતા આગળ ચાલ્યા જતા હતા એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ અને અગ્નિમય ઘોડા દેખાયા. એ બધાએ બન્ને માણસોને એકબીજાથી જુદા પાડી દીધા. એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચઢી ગયો.પરંપરા
બાયઝેન્ટાઇન સમયથી પરંપરા પ્રમાણે, ઈસુ નદીના આ વળાંક પર બાપ્તિસ્મા પામ્યા. પૂર્વ કાંઠો, અલ-મગ્તાસ, એ જ પરંપરા જાળવે છે; યાત્રાળુઓ બંને સ્થળે આવે છે.
અહીં આજે
પગથિયાં અને લાકડાના મંચ સાંકડી, કાદવવાળી નદી સુધી નીચે લઈ જાય છે, અને નજીકમાં અનેક મંડળીઓના મઠ છે. યાત્રાળુઓ પાણીમાં ઊતરે છે, તેઓમાંના ઘણા સફેદ ઝભ્ભામાં.
જૂના યાત્રાળુઓની નજરે
તેથી અમે યર્દનને બહુ ઝાંખી જોઈ. તેના કાંઠે આવેલી ઝાડીઓ તેનાં છીછરાં, ધસમસતાં પાણી પર પોતાના પડછાયા નાખતી હતી … અને અમે આંખથી પ્રવાહની પહોળાઈનો અંદાજ કાઢી શક્યા નહિ.માર્ક ટ્વેઇન, The Innocents Abroad, 1869 · અમારો અનુવાદ
યર્દન ઝડપથી વહે છે; સામા કાંઠે તેનો કિનારો ઊભો છે અને આ બાજુએ ધીમે ધીમે ઢળતો … દરેક રીતે યર્દન સ્નોવ નદી જેવી છે, પહોળાઈમાં અને ઊંડાઈમાં, અને તે સ્નોવની જેમ જ વાંકીચૂંકી અને બહુ ઝડપથી વહે છે. સ્નાનના સ્થળની વચ્ચે તે 4 સાઝેન ઊંડી છે, જેમ મેં પોતે માપીને અને તપાસીને જોયું.મઠાધિપતિ દાનિયેલ, 1106–1108 · અમારો અનુવાદ
મુસાફરી પહેલાં, તમારા દેશની મુસાફરી સલાહ તપાસો. ખૂલવાનો સમય અને સ્થળોના નિયમો બદલાય છે — તેમનાં સત્તાવાર પાનાં જુઓ.
સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો