Bible Explorer એપ મેળવો

જ્ઞાનકોશ › એ દરમિયાન જગતમાં

બાઇબલમાં · ઈ.સ. પૂર્વે 587/586 · યરુશાલેમ

યરુશાલેમનું પતન

નબૂખાદનેસ્સારનું બાબિલોની સૈન્ય યરુશાલેમમાં ઘૂસી જાય છે, ભક્તિસ્થાન બાળી નાખે છે અને લોકોને દેશનિકાલમાં લઈ જાય છે.

2 રાજા 25:1–21સિદકિયા રાજાના શાસનના નવમા વર્ષના દસમા માસના, દસમા દિવસે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે પોતાના આખા સૈન્ય સહિત યરુશાલેમ પર હુમલો કર્યો. તેણે તેની સામે છાવણી નાખી અને તેની ચારે બાજુ કિલ્લા બાંધ્યા. એ પ્રમાણે સિદકિયા રાજાના શાસનકાળના અગિયારમા વર્ષ સુધી યરુશાલેમ નગર બાબિલના ઘેરામાં રહ્યું. તે વર્ષના ચોથા માસના નવમા દિવસે નગરમાં એટલો સખત દુકાળ પડ્યો હતો કે, દેશમાં લોકો માટે બિલકુલ ખોરાક ન હતો. પછી નગરના કોટને તોડવામાં આવ્યો, તે રાત્રે બધા લડવૈયા માણસો રાજાના બગીચા પાસેની બે દીવાલો વચ્ચે આવેલા દરવાજામાંથી નાસી ગયા, ખાલદીઓએ નગરને ચારેબાજુથી ઘેરી લીધું. રાજા અરાબાના માર્ગે ગયો. ખાલદીઓનું સૈન્ય સિદકિયા રાજાની પાછળ પડ્યું અને તેને યરીખો પાસેના યર્દન નદીના મેદાનોમાં પકડી પાડ્યો. તેનું આખું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. તેઓ રાજાને પકડીને રિબ્લાહમાં બાબિલના રાજા પાસે લાવ્યા, ત્યાં તેને સજા કરવામાં આવી. તેની નજર આગળ તેના દીકરાઓને મારી નાખ્યા. ત્યાર પછી તેની આંખો ફોડી નાખી, પિત્તળની સાંકળોથી બાંધીને તેને બાબિલમાં લઈ જવામાં આવ્યો. પાંચમા માસમાં, તે માસના સાતમા દિવસે, બાબિલના રાજા નબૂખાદનેસ્સારના કારકિર્દીને ઓગણીસમેં વર્ષે રક્ષક ટુકડીનો સરદાર, બાબિલના રાજાનો ચાકર નબૂઝારઅદાન યરુશાલેમમાં આવ્યો. તેણે યહોવાહના સભાસ્થાનને, રાજાના મહેલને તથા યરુશાલેમનાં બધાં ઘરોને બાળી નાખ્યાં; નગરનાં બધાં જ અગત્યનાં ઘરોને ભસ્મીભૂત કર્યાં. રક્ષકટોળીના સરદારના હાથ નીચે રહેલા બાબિલના આખા સૈન્યએ યરુશાલેમની દીવાલો ચારે બાજુથી તોડી પાડી. નગરના બાકી રહેલા લોકોને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેઓને રક્ષકટોળીનો સરદાર નબૂઝારઅદાન કેદ કરીને બાબિલમાં લઈ ગયો. પણ રક્ષકટોળીના સરદારે અમુક ગરીબ લોકોને દ્રાક્ષવાડીમાં અને ખેતરમાં કામ કરવા માટે રહેવા દીધા. યહોવાહના સભાસ્થાનમાંના પિત્તળના સ્તંભ, જળગાડીઓ તથા પિત્તળનો હોજ અને જે બધું યહોવાહના ઘરમાં હતું તે બધું જ ખાલદીઓએ ભાંગીને ભૂક્કો કરી નાખ્યું અને તેનું પિત્તળ તેઓ બાબિલ લઈ ગયા. વળી તેઓ ઘડાઓ, પાવડા, કાતરો, ચમચા તથા પિત્તળના બધાં વાસણો જેનાથી યાજકો ઘરમાં સેવા કરતા હતા, તે બધું પણ લઈ ગયા. રાજાના ચોકીદારનો સરદાર સોના તથા ચાંદીથી બનાવેલી સગડીઓ તથા કૂંડીઓ લઈ ગયો. યહોવાહના સભાસ્થાનને માટે સુલેમાને બનાવેલા બે સ્તંભો, હોજ, જળગાડીઓ અને બધાં વાસણોના પિત્તળને તોલીને તેનું વજન કરી શકાય નહિ એવું હતું. એક સ્તંભની ઊંચાઈ અઢાર હાથ હતી, તેના પર પિત્તળનું મથાળું હતું. તેની ઊંચાઈ ત્રણ હાથ હતી, મથાળાની ચારે બાજુ જાળીકામ અને દાડમો પાડેલાં હતાં, તે બધાં પિત્તળનાં બનાવેલાં હતાં. પહેલાંની જેમ બીજો સ્તંભ પણ જાળીકામ કરેલા જેવો હતો. રક્ષકોના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજક સફાન્યાને તથા ત્રણ દ્વારરક્ષકોને કેદ કરી લીધા. ત્યાર પછી તેણે નગરમાંથી સૈનિકોના ઉપરી અધિકારીને, નગરમાંથી મળી આવેલા રાજાના પાંચ સલાહકારોને કેદ કરી લીધા. વળી તે સૈન્યમાં ભરતી કરનાર રાજાના સૈન્યના અધિકારીને પણ કેદ કરીને લઈ ગયો. દેશના સાઠ માણસો જેઓ નગરમાંથી મળ્યા હતા તેઓને પણ પોતાની સાથે લીધા. રક્ષકટોળીનો સરદાર નબૂઝારઅદાન તેઓને લઈને રિબ્લાહમાં બાબિલના રાજા પાસે લાવ્યો. બાબિલના રાજાએ તેઓને હમાથ દેશના રિબ્લાહમાં મારી નાખ્યા. આમ યહૂદિયાના માણસોને બંદીવાન બનાવીને તેઓના દેશમાંથી લઈ જવામાં આવ્યા.

એ જ સમયે જગતમાં

બાબિલના નબૂખાદનેસ્સારે ઈ.સ. પૂર્વે 597માં યરુશાલેમ જીતી લીધું અને ઈ.સ. પૂર્વે 587 કે 586માં તેનો નાશ કર્યો (સ્રોતો બંનેની શક્યતા રાખે છે). બાબિલના વૃત્તાંતની એક તકતી તો પહેલી જીતનો દિવસ પણ આપે છે: અદાર મહિનાની 2જી તારીખ, એટલે ઈ.સ. પૂર્વે 597ના માર્ચનો મધ્ય. આ રહ્યું એ વર્ષોનું જગત.

મેસોપોટેમિયા અને નિકટ પૂર્વનબૂખાદનેસ્સારનું બાબિલલગભગ ઈ.સ. પૂર્વે 575

નબૂખાદનેસ્સારે બાબિલને ભવ્ય રીતે ફરી બાંધ્યું. તેનો ઇશ્તાર દરવાજો, જેના પર ભૂરી ચમકદાર ઈંટો અને આખલાઓ અને ડ્રેગનોની હારો હતી, ખોદકામમાં મળેલા ટુકડાઓમાંથી બર્લિનમાં ફરી ઊભો કરાયો છે.

ગ્રીસ અને રોમથેલ્સનું ગ્રહણ28 મે ઈ.સ. પૂર્વે 585

હેરોડોટસ કહે છે કે મિલેતસના તત્ત્વજ્ઞાની થેલ્સે એક સૂર્યગ્રહણની આગાહી કરી હતી, જેણે લિડિયનો અને માદીઓ વચ્ચેનું યુદ્ધ અટકાવી દીધું; ખગોળશાસ્ત્રીઓ તેને 28 મે ઈ.સ. પૂર્વે 585નું ઠરાવે છે. થેલ્સે ખરેખર તેની આગાહી કરી હતી કે નહિ, તે વિશે ચર્ચા છે.

મેસોપોટેમિયા અને નિકટ પૂર્વપહેલા સિક્કાલગભગ ઈ.સ. પૂર્વે 630–600

આજના પશ્ચિમ તુર્કીમાં આવેલા લિડિયામાં પહેલા સિક્કા ઇલેક્ટ્રમમાંથી, એટલે સોના અને ચાંદીના કુદરતી મિશ્રણમાંથી, પાડવામાં આવ્યા, અને તેમના પર સિંહના માથાની છાપ હતી. તે પહેલાં ચાંદી જોખીને આપવામાં આવતી, જેની યાદ શેકેલ, એટલે “વજન”, શબ્દ આપે છે.

મિસરફારુન નકોશાસન ઈ.સ. પૂર્વે 610–595

રાજા યોશિયાને મગિદ્દોમાં મારી નાખનાર ફારુન નકો બીજાએ (2 રાજાઓ 23:29) નાઈલથી લાલ સમુદ્ર સુધીની નહેર શરૂ કરાવી. હેરોડોટસ એ પણ નોંધે છે કે તેણે મોકલેલા ખલાસીઓ આફ્રિકાની ફરતે વહાણ હંકારીને આવ્યા.

પૂર્વ યુરોપ અને મેદાન પ્રદેશકાળા સમુદ્ર પરનાં ગ્રીક નગરોલગભગ ઈ.સ. પૂર્વે 600

મિલેતસના ગ્રીકોએ કાળા સમુદ્રના ઉત્તર કિનારે વેપારી નગરો વસાવ્યાં: લગભગ ઈ.સ. પૂર્વે 600માં પેન્ટિકાપેયમ, જે આજે ક્રિમિયાનું કેર્ચ છે, અને આજના યુક્રેનમાં દક્ષિણ બૂહના મુખ પાસે ઓલ્બિયા. તેઓ અનાજ અને માછલીના બદલામાં દ્રાક્ષારસ અને જૈતૂનનું તેલ આપતા.

ભારતસોળ મહાજનપદલગભગ ઈ.સ. પૂર્વે 600

ઉત્તર ભારતમાં ગંગા અને તેની ઉપનદીઓ પરનાં નવાં નગરોની આસપાસ સોળ રાજ્યો અને ગણરાજ્યો, મહાજનપદ, ઊભાં થયાં. તેમાંનું એક, મગધ, પછીથી ભારતનાં પહેલાં મોટાં સામ્રાજ્યોનું કેન્દ્ર બન્યું.

સ્રોતો: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો

એ દરમિયાન જગતમાં

આ વિષયમાં વધુ

એ દરમિયાન જગતમાં