એક આગ દિવસો સુધી બળતી રહી અને નગરનો મોટો ભાગ નાશ પામ્યો. ઇતિહાસકાર ટેસિટસ લખે છે કે નીરોએ ખ્રિસ્તીઓ પર દોષ નાખ્યો અને તેમાંના ઘણાને મારી નખાવ્યા — રોમ દ્વારા ખ્રિસ્તીઓની સતાવણીનો સૌથી પહેલો જાણીતો બનાવ.
બાઇબલમાં · આશરે ઈ.સ. 60–62 · રોમ
રોમમાં પાઉલ
માલ્ટા પર વહાણભંગ પછી પાઉલ રોમ પહોંચે છે, જ્યાં તે બે વર્ષ ચોકી હેઠળ રહે છે અને મુલાકાતીઓને મળે છે.
ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા. અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા. ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા. ત્યાં અમને (વિશ્વાસી) ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત દિવસ સુધી રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા. રોમમાંના (વિશ્વાસી) ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા ‘ત્રણ ધર્મશાળા’ નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી. અમે રોમમાં આવ્યા ત્યારે (સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ) પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી. ત્રણ દિવસ પછી એમ થયું કે, (પાઉલે) યહૂદીઓના મુખ્ય (આગેવાનોને) બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, “ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુદ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે. મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું. પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશી ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું. એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે, યહૂદિયામાંથી અમને તારા વિષે કોઈ પત્રો મળ્યા નથી, તેમ જ (અમારા) ભાઈઓમાંથી પણ કોઈએ અહીં આવીને તારા વિષે કંઈ ખરાબ જાહેર કર્યું અથવા કહ્યું નથી. પણ તું શું માને છે, તે તારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ, કેમ કે લોકો સર્વ જગ્યાએ આ પંથના વિશ્વાસીઓ વિરુદ્ધ બોલે છે તે અમે જાણીએ છીએ. તેઓએ તેને સારુ એક દિવસ નિયત કર્યો તે દિવસે ઘણા લોકો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને પાઉલે સાબિતીઓ સાથે ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને મૂસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત સવારથી સાંજ સુધી તેઓને કહી અને સમજાવી. જે વાતો કહેવામાં આવી તે કેટલાકે માની, અને બાકીનાઓએ માની નહિ. તેઓ પરસ્પર એક મતના ન થયાથી ચાલ્યા ગયા, પણ તે પહેલાં તેઓને પાઉલે કહ્યું કે, પવિત્ર આત્માએ યશાયા પ્રબોધક મારફતે તમારા પૂર્વજોને સાચું જ કહ્યું હતું કે; તું એ લોકની પાસે જઈને કહે કે, તમે સાંભળ્યા કરશો પણ સમજશો નહિ, અને જોયા કરશો પણ તમને સૂઝશે નહિ. કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું. તેથી જાણજો કે, ઈશ્વરે બક્ષેલા આ ઉદ્ધાર બિનયહૂદીઓની પાસે મોકલવામાં આવ્યો છે, અને તેઓ તો તે સ્વીકારશે જ.’” (પાઉલે એ વાતો કહી રહ્યા પછી યહૂદીઓ પરસ્પર ઉગ્ર વિવાદ કરતા ચાલ્યા ગયા.) (પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો. તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.એ જ સમયે જગતમાં
પ્રેરિતોનાં કૃત્યો પાઉલ સાથે પૂરું થાય છે, જે લગભગ ઈ.સ. 60–62માં બે વર્ષ સુધી રોમમાં પહેરા હેઠળ રહીને ભાડાના ઘરમાં ખુલ્લેઆમ ઉપદેશ આપતો હતો (પ્રેરિતોનાં કૃત્યો 28:30–31). સમ્રાટ નીરો હતો. આ રહ્યું ઈ.સ. 60ના દાયકાનું જગત.
બ્રિટનમાં આઇસેની લોકોની રાણી બૂડિકાએ એક મોટા બળવાની આગેવાની કરી અને લોન્ડિનિયમ — જે નવું રોમન નગર પછીથી લંડન બન્યું — બાળી નાખ્યું, પછી રોમનોએ તેને હરાવી.
આલેકસાંદ્રિયામાં ઇજનેર હેરોને વરાળથી ફરતા એક ગોળાનું અને હવા અને પાણીથી ચાલતાં યંત્રોનું વર્ણન કર્યું. તેનો સમય સામાન્ય રીતે તેણે ઉલ્લેખેલા એક ચંદ્રગ્રહણ પરથી નક્કી થાય છે, જે ઈ.સ. 62ના એક ગ્રહણ સાથે મેળ ખાય છે.
ચીની પરંપરા પ્રમાણે, હાન સમ્રાટ મિંગને એક સોનેરી આકૃતિનું સ્વપ્ન આવ્યું અને તેણે પશ્ચિમમાં દૂતો મોકલ્યા. તેઓ બૌદ્ધ ભિક્ષુઓ અને ગ્રંથો સાથે પાછા આવ્યા, અને તેમના માટે લુઓયાંગમાં શ્વેત અશ્વ મંદિર બંધાયું — ચીનનું પહેલું બૌદ્ધ મંદિર.
મધ્ય એશિયાના કુષાણ રાજાઓએ આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં ફેલાયેલું સામ્રાજ્ય બાંધ્યું. તેમના પ્રદેશો રોમ, ભારત અને ચીનને જોડતા માર્ગો પર હતા.
લગભગ 1110માં સંકલિત થયેલું કીવનું પ્રાથમિક વૃત્તાંત કહે છે કે પ્રેરિત આન્દ્રિયા નીપર નદીમાં ઉપરવાસ તરફ વહાણમાં ગયો, જ્યાં કીવ ઊભું થવાનું હતું એ ટેકરીઓ પર તેણે ક્રૂસ રોપ્યો અને ત્યાં એક મોટા નગરની આગાહી કરી. ઇતિહાસકારો તેને દંતકથા ગણે છે; એક વધારે જૂની પરંપરા આન્દ્રિયાને સેવાક્ષેત્ર તરીકે સિથિયા આપે છે.
સ્રોતો: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો