નવા રાજ્યના આ સૌથી જાણીતા ફારુને અબુ સિમ્બેલનાં મંદિરો અને ત્રિકોણપ્રદેશમાં એક નવી રાજધાની, પી-રામસેસ, બંધાવી. એક મત પ્રમાણે તે નિર્ગમનનો ફારુન હતો; બાઇબલ ફારુનનું નામ આપતું નથી.
બાઇબલમાં · ઈ.સ. પૂર્વે 15મી કે 13મી સદી (સમય વિવાદાસ્પદ) · નીલના મુખપ્રદેશમાં રામસેસ
નિર્ગમન
પાસ્ખાની રાત પછી ઇઝરાયલીઓ રામસેસથી નીકળે છે. વિદ્વાનો નિર્ગમનનો સમય કાં તો આશરે ઈ.સ. પૂર્વે 1446 કે ઈ.સ. પૂર્વે 13મી સદી ગણે છે.
અને મધ્યરાત્રિએ યહોવાહે મિસર દેશના ફારુનના રાજકુંવર, જે તેના સિંહાસન પર બેસતો હતો, કેદીઓના તથા મિસર દેશમાંના સર્વ પ્રથમજનિતોનો તથા મિસરનાં સર્વ જાનવરોના પ્રથમજનિતોનો સંહાર કર્યો. ત્યારે ફારુન અને તેના બધા જ સરદારો તથા બધા મિસરવાસીઓ મધરાતે જાગી ઊઠ્યા અને હચમચી ગયા. સમગ્ર મિસરમાં હાહાકાર અને વિલાપ થયો. કેમ કે જે ઘરમાં કોઈ પ્રથમજનિત માર્યો ગયો ના હોય એવું એક પણ ઘર બાકાત ન હતું. તે રાત્રે ફારુને મૂસાને અને હારુનને તાકીદે બોલાવ્યા. અને તેઓને કહ્યું, “તમે અને સમગ્ર ઇઝરાયલ લોકો અમારા મિસરી લોકોમાંથી અહીંથી તાત્કાલિક વિદાય થઈ જાઓ. અને તમે જે કહ્યું હતું તે પ્રમાણે જઈને યહોવાહનું ભજન કરો. અને તમારા કહ્યા પ્રમાણે તમે તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને પણ લઈ જાઓ. અને મને આશીર્વાદ આપો.” વળી મિસરવાસીઓએ પણ તેઓને જલદીથી આ દેશમાંથી ચાલ્યા જવાનો આગ્રહ કર્યો. અને કહ્યું કે “અમે તો મરી ગયા!” ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી. પછી જતાં પૂર્વે ઇઝરાયલીઓએ મૂસાના કહ્યા પ્રમાણે “પોતાના મિસરી પડોશીઓ પાસેથી વસ્ત્રો તથા સોનાચાંદીનાં ઘરેણાં માગી લીધાં. યહોવાહે મિસરવાસીઓના હૃદયમાં ઇઝરાયલીઓ પ્રત્યે સદભાવ પેદા કર્યો, તેથી ઇઝરાયલીઓએ જે જે માગ્યું તે તેઓએ તેઓને આપ્યું. આમ તેઓને મિસરીઓની સંપત્તિ પ્રાપ્ત થઈ.” ઇઝરાયલીઓ મિસરના રામસેસથી સુક્કોથ આવ્યા. તેઓમાં છે લાખ પુખ્ત વયના પુરુષો હતા. તે ઉપરાંત સગીરો અને સ્ત્રીઓ હતાં. અન્ય જાતના લોકો પણ મોટી સંખ્યામાં તેઓની સાથે હતા. વળી પુષ્કળ ઘેટાંબકરાં અને અન્ય જાનવરો પણ હતાં. મિસરમાંથી પ્રયાણ કરતી વખતે લોટમાં ખમીર નાખવાનો સમય ન હોવાથી મિસરથી લોટની જે કણક તેઓ સાથે લાવ્યા હતા તેની બેખમીરી રોટલી બનાવી. તેઓને મિસરમાંથી ઝટપટ વિદાય થઈ જવાનું થયેલું હોવાથી તેઓથી ભાથું તૈયાર કરી શકાયું ન હતું. ઇઝરાયલી લોકો મિસરમાં ચારસો ત્રીસ વર્ષ સુધી રહ્યા હતા. અને ચારસો ત્રીસ વર્ષ પૂરાં થયાં તે જ દિવસે યહોવાહના આ લોકોનાં તમામ કુળો મિસરમાંથી વિદાય થયાં. આ એક બહુ જ ખાસ રાતને લોકોએ યાદ રાખવી કે મિસર દેશમાંથી યહોવાહ તેઓને બહાર લાવ્યા તે કારણે તે રાત તેમના માનાર્થે ઇઝરાયલના સર્વ લોકોએ વંશપરંપરાગત તેને એક રાત તરીકે ઊજવવાની છે.”એ જ સમયે જગતમાં
નિર્ગમન ક્યારે થયું તે વિશે ચર્ચા છે. એક મત પ્રમાણે તે ઈ.સ. પૂર્વે 15મી સદીમાં હતું, 1 રાજાઓ 6:1 પરથી પાછળ ગણતાં; બીજા મત પ્રમાણે ઈ.સ. પૂર્વે 13મી સદીમાં, જ્યારે રામસેસ બીજાએ નાઈલના ત્રિકોણપ્રદેશમાં નગરો બાંધ્યાં (નિર્ગમન 1:11 રામસેસ નગરનું નામ આપે છે). કેટલાક ઇતિહાસકારો માને છે કે તેનો સમય નક્કી કરી શકાય નહિ. આ રહ્યું એ સદીઓનું જગત.
રામસેસ બીજાના દીકરા ફારુન મેરનેપ્તાહનો એક વિજય-શિલાસ્તંભ કનાનમાં તેણે હરાવેલી પ્રજાઓમાં “ઇઝરાયલ”નું નામ ગણાવે છે — બાઇબલની બહાર મળેલો ઇઝરાયલનો સૌથી જૂનો ઉલ્લેખ. તે આજે કૈરોના ઇજિપ્શિયન મ્યુઝિયમમાં છે.
ગ્રીસમાં માયસીનીના યોદ્ધા રાજાઓએ પોતાના ગઢનો સિંહદ્વાર બંધાવ્યો. મહેલો અને યુદ્ધોનો આ યુગ પછીથી હોમરની ટ્રોજન યુદ્ધની કથાઓમાં યાદ રખાયો.
શાંગ રાજવંશની છેલ્લી રાજધાની આન્યાંગમાં રાજાઓ બળદનાં હાડકાં અને કાચબાની ઢાલોને ગરમીથી તિરાડ પાડીને પોતાના પૂર્વજોને પ્રશ્નો પૂછતા, અને જવાબો તેમના પર જ લખતા. આ “ભવિષ્યવાણીનાં હાડકાં” સૌથી જૂનું જાણીતું ચીની લખાણ છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં કવિઓએ સંસ્કૃતમાં ઋગ્વેદનાં સૂક્તો રચ્યાં, જે હિંદુ ધર્મના સૌથી જૂના પવિત્ર ગ્રંથો છે. લખાયા પહેલાં ઘણી સદીઓ સુધી તે મુખપાઠથી આગળ પહોંચાડાતાં રહ્યાં.
મેક્સિકોના અખાતના કિનારે સાન લોરેન્ઝોના ઓલ્મેક લોકોએ પથ્થરનાં વિશાળ માથાં કોતર્યાં, જેમાંનાં કેટલાંક લગભગ 3 મીટર ઊંચાં છે. તેઓ મેસોઅમેરિકાની પહેલી મોટી સંસ્કૃતિ હતા.
નીપરથી ઉરલ સુધી, કાંસ્ય યુગની ટિમ્બર-ગ્રેવ સંસ્કૃતિના પશુપાલકો — જેમનું નામ તેમની લાકડાં જડેલી કબરો પરથી પડ્યું — મેદાનોમાં ઢોર અને ઘેટાં ઉછેરતા અને નદીઓના કાંઠે નાનાં ગામોમાં રહેતા.
સ્રોતો: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો