અન્વેષણ › માર્ગો › આબ્શાલોમથી દાઉદ નાસે છે
માર્ગો
આબ્શાલોમથી દાઉદ નાસે છે
જૈતૂન પર્વત થઈને માહનાઈમ, ગિલ્ગાલ થઈને પાછા · 7 મુકામ · સીધી રેખાઓમાં ≈ 130 કિ.મી.
જ્યાં રેખા જમીનના આકારને અનુસરે છે, ત્યાં તે એક વિદ્વાને પુનર્રચેલો સંભવિત રસ્તો છે. અંતર મુકામો વચ્ચેની સીધી રેખાઓમાં છે, આશરે; પગપાળા દિવસો રોજના આશરે 30 કિ.મી. ગણીને છે.
મુકામો
- યરુશાલેમ2 શમુ 15:14
તેથી દાઉદે પોતાના જે બધા ચાકરો યરુશાલેમમાં તેની સાથે હતા તેઓને કહ્યું કે, “ઊઠો આપણે નાસી જઈએ, નહિ તો આપણામાંનો કોઈપણ આબ્શાલોમથી બચી શકવાનો નથી. ઉતાવળે અહીં જવાની તૈયારી કરીએ, નહિ તો તે આપણને જલ્દી પકડી પાડશે અને આપણા પર આફત લાવીને તલવારથી હુમલો કરી નગરનો નાશ કરશે.”
- કિદ્રોન2 શમુ 15:23
આખો દેશ પોક મૂકીને રડ્યો સઘળા લોકોએ કિદ્રોનની ખીણ પસાર કરી, રાજા પણ કિદ્રોનની ખીણ પરથી પસાર થયો, સઘળા લોકોએ અરણ્યના માર્ગ તરફ સામે પાર ગયા.
- જૈતૂન પર્વત2 શમુ 15:30
પણ દાઉદ રડતો રડતો ઉઘાડા પગે જૈતૂન પર્વત પર ગયો, તેનું માથું ઢાંકેલું હતું. તેની સાથેના લોકોમાંના પ્રત્યેક માણસ પોતાનું માથું ઢાંકીને રડતો રડતો ચાલતો હતો.
- બાહુરીમ2 શમુ 16:5
જયારે દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ગેરાનો દીકરો શિમઈ શાઉલના કુટુંબનો હતો તે ત્યાંથી બહાર આવ્યો. તે શાપ આપવા લાગ્યો.
- માહનાઇમ2 શમુ 17:24
પછી દાઉદ માહનાઇમ આવ્યો. આબ્શાલોમે તથા તેની સાથેના ઇઝરાયલના સર્વ માણસોએ યર્દન પાર કરી.
- ગિલ્ગાલ2 શમુ 19:15
તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવી પહોંચ્યો. અને યહૂદિયાના માણસો રાજાને મળવા અને તેને નદીને સામે પાર લઈ જવા માટે ગિલ્ગાલમાં આવ્યા.
- યરુશાલેમ2 શમુ 20:3
જયારે દાઉદ યરુશાલેમમાં તેના મહેલમાં આવ્યો, ત્યારે તેણે દસ ઉપપત્નીઓ જેઓને મહેલની સંભાળ રાખવા રહેવા દીધી હતી તેઓની મુલાકાત લીધી. રાજાએ તેઓની જરૂરીયાતો પૂરી કરી પણ તેમની સાથે દાંપત્ય વ્યવહાર રાખ્યો નહિ. તેથી તેઓ તેઓના મૃત્યુ પર્યંત સુધી પતિ હોવા છતાં વિધવાની જેમ મહેલમાં રહેવું પડ્યું.
રેખાઓ પાઠના ક્રમમાં પડાવોને જોડે છે. જ્યાં રેખા જમીનના આકારને અનુસરે છે, ત્યાં તે એક વિદ્વાને ફરી રચેલો સંભવિત માર્ગ છે; બીજે બધે સીધી રેખા — માર્ગ જાણીતો નથી. અંતરો પડાવો વચ્ચેની સીધી રેખામાં છે. તૂટક રેખા: વહાણથી. ઝાંખા: સ્થળ અનિશ્ચિત.
દરેક બિંદુ સૌથી સંભવિત સ્થાન છે; આછું બિંદુ એટલે ઓળખ અનિશ્ચિત છે. જે સ્થળોનું સ્થાન અજ્ઞાત છે તે નકશા પર નથી.
સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · UBS Bible Routes, Dr Leen Ritmeyer © United Bible Societies 2023, CC BY-SA 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો