Bible Explorer એપ મેળવો

અન્વેષણ › માર્ગો › એલિયાની મુસાફરીઓ

માર્ગો

એલિયાની મુસાફરીઓ

કરીથના નાળાથી હોરેબ અને યર્દન સુધી · 13 મુકામ · સીધી રેખાઓમાં ≈ 1,220 કિ.મી.

સુએઝનો અખાતસિનાઈગિલ્યાદસારફતકાર્મેલ પર્વતકીશોનબેરશેબાહોરેબદમસ્કસગિલ્ગાલયર્દન100 કિમી12345678910111213

© OpenStreetMap contributors

મુકામો

  1. ગિલ્યાદ1 રાજા 17:1બહારથી આવી ને ગિલ્યાદ માં વસેલાં તિશ્બી એલિયા આહાબને કહ્યું કે, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, જેઓ જીવંત છે, જેની સંમુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વર્ષોમાં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ વરસશે નહિ.”
  2. Cherith1 રાજા 17:5તેથી તેણે યહોવાહની આજ્ઞા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વ તરફ આવેલા કરીંથના નાળાં પાસે ગયો.
  3. સારફત1 રાજા 17:10તેથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે નગરના પ્રવેશદ્વારે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મારે પીવા સારુ તું મને કૂજામાં થોડું પાણી લાવી આપ.”
  4. કાર્મેલ પર્વત1 રાજા 18:20તેથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને કાર્મેલ પર્વત પર એકત્ર કર્યા.
  5. કીશોન1 રાજા 18:40એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો.” તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કીશોન નાળાંની તળેટીમાં લાવીને મારી નાખ્યા.
  6. યિઝ્રએલ1 રાજા 18:46પણ યહોવાહનો હાથ એલિયા પર હતો. તે કમર બાંધીને તેનો ઝભ્ભો થોડો ઊંચો કરીને આહાબના રથની આગળ છેક તે યિઝ્રએલના પ્રવેશદ્વાર સુધી દોડતો ગયો.
  7. બેરશેબા1 રાજા 19:3જયારે એલિયાએ તે સાંભળ્યું ત્યારે તે પોતાનો જીવ બચાવવા યહૂદિયામાં આવેલા બેરશેબા નગરમાં નાસી ગયો અને તેણે પોતાના ચાકરને ત્યાં રાખ્યો.
  8. હોરેબ1 રાજા 19:8તેથી તેણે ઊઠીને ખાધું. પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત મુસાફરી કરીને યહોવાહના પર્વત હોરેબ સુધી પહોંચ્યો.
  9. દમસ્કસપહોંચવાની વાત કહી નથી1 રાજા 19:15પછી યહોવાહે તેને કહ્યું, “અરણ્યને માર્ગે થઈને દમસ્કસ પાછો જા અને જયારે તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે.
  10. ગિલ્ગાલ2 રાજા 2:1ઈશ્વર વંટોળિયા દ્વારા એલિયાને આકાશમાં લઈ લેવાના હતા ત્યારે એમ થયું કે, એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો.
  11. બેથેલ2 રાજા 2:2એલિયાએ એલિશાને કહ્યું, “તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને બેથેલમાં મોકલે છે.” એલિશાએ કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” તેથી તેઓ બેથેલમાં ગયા.
  12. યરીખો2 રાજા 2:4એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે ઈશ્વર મને યરીખો મોકલે છે.” એલિશાએ ફરીથી કહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” માટે તેઓ યરીખો ગયા.
  13. યર્દન2 રાજા 2:6અને એલિયાએ એલિશાને કહ્યું, “એલિશા, કૃપા કરી તું અહીં રહે, કેમ કે, ઈશ્વર મને યર્દન મોકલે છે.” એલિશાએ હહ્યું, “જીવતા ઈશ્વરના અને તારા સમ કે, હું તને છોડીશ નહિ.” પછી તેઓ બંન્ને આગળ ચાલ્યા.

રેખાઓ પાઠના ક્રમમાં પડાવોને જોડે છે. જ્યાં રેખા જમીનના આકારને અનુસરે છે, ત્યાં તે એક વિદ્વાને ફરી રચેલો સંભવિત માર્ગ છે; બીજે બધે સીધી રેખા — માર્ગ જાણીતો નથી. અંતરો પડાવો વચ્ચેની સીધી રેખામાં છે. તૂટક રેખા: વહાણથી. ઝાંખા: સ્થળ અનિશ્ચિત.

ટપકાંવાળી રેખા: મુસાફરી ક્યાં જઈ રહી હતી — લખાણ કહેતું નથી કે તે ત્યાં પહોંચી; રેખા આગલા મુકામથી આગળ જાય છે.

દરેક બિંદુ સૌથી સંભવિત સ્થાન છે; આછું બિંદુ એટલે ઓળખ અનિશ્ચિત છે. જે સ્થળોનું સ્થાન અજ્ઞાત છે તે નકશા પર નથી.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · UBS Bible Routes, Dr Leen Ritmeyer © United Bible Societies 2023, CC BY-SA 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો