Bible Explorer એપ મેળવો

અન્વેષણ › માર્ગો › ભાગતા દાઉદ

માર્ગો

ભાગતા દાઉદ

શાઉલથી નાસતા, પછી હેબ્રોન અને યરુશાલેમમાં રાજા · 13 મુકામ · સીધી રેખાઓમાં ≈ 430 કિ.મી.

આર્નોનકિદ્રોનમૃત સમુદ્રરામાનોબગાથઅદુલ્લામમિસ્પાહેરેથકઈલાઝીફમાઓનગેદીસિકલાગહેબ્રોનયરુશાલેમ20 કિમી12345678910111213

© OpenStreetMap contributors

મુકામો

  1. રામા1 શમુ 19:18હવે દાઉદ નાસી જઈને બચી ગયો, શમુએલ પાસે રામામાં આવીને જે સઘળું શાઉલે તેને કર્યું તે તેને કહ્યું. અને તે તથા શમુએલ જઈને નાયોથમાં રહ્યા.
  2. નોબ1 શમુ 21:1પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને કહ્યું, “તું એકલો કેમ છે, તારી સાથે કોઈ માણસ કેમ નથી?”
  3. ગાથ1 શમુ 21:10તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
  4. અદુલ્લામ1 શમુ 22:1તેથી દાઉદ ત્યાંથી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે જાણીને તેના ભાઈઓ તથા તેના પિતાના સમગ્ર કુટુંબનાં માણસો ત્યાં તેની પાસે ગયાં.
  5. મિસ્પા1 શમુ 22:3દાઉદ ત્યાંથી મોઆબના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરવાના છે એ મારા જાણવામાં આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે.”
  6. હેરેથ1 શમુ 22:5પછી ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું, “તારા ગઢમાં રહીશ નહિ. અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો.
  7. કઈલા1 શમુ 23:5દાઉદ તથા તેના માણસો કઈલામાં ગયા અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યું. તેઓએ તેમનાં જાનવરોને દૂર લઈ જઈને હુમલો કર્યો. અને તેઓનો સંહાર કર્યો. એમ દાઉદે કઈલા રહેવાસીઓને બચાવ્યા.
  8. ઝીફ1 શમુ 23:14દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ.
  9. માઓન1 શમુ 23:24પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.
  10. ગેદી1 શમુ 23:29દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.
  11. સિકલાગ1 શમુ 27:6તેથી આખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું; એ માટે સિકલાગ આજ સુધી યહૂદિયાના રાજાઓની માલિકીનું છે.
  12. હેબ્રોન2 શમુ 2:1ત્યાર પછી એમ થયું કે દાઉદે ઈશ્વરને પૂછ્યું, “શું હું યહૂદિયાના કોઈ એક નગરમાં જાઉં?” ઈશ્વરે તેને જવાબ આપ્યો, “ઉપર જા.” દાઉદે કહ્યું, “હું કયા શહેરમાં જાઉં?” ઈશ્વરે જવાબ આપ્યો, “હેબ્રોનમાં જા.”
  13. યરુશાલેમ2 શમુ 5:6દાઉદ રાજા અને તેના સૈન્યએ યરુશાલેમમાં જઈને તેના રહેવાસી યબૂસીઓ પર આક્રમણ કર્યું. તેઓએ દાઉદને કહ્યું, “તું અહીં આવી શકવાનો નથી, કેમ કે દ્રષ્ટિવિહીન તથા અપંગો પણ તને હાંકી કાઢી શકે તેમ છે. તું અહીં અંદર આવી શકશે નહિ.”

રેખાઓ પાઠના ક્રમમાં પડાવોને જોડે છે. જ્યાં રેખા જમીનના આકારને અનુસરે છે, ત્યાં તે એક વિદ્વાને ફરી રચેલો સંભવિત માર્ગ છે; બીજે બધે સીધી રેખા — માર્ગ જાણીતો નથી. અંતરો પડાવો વચ્ચેની સીધી રેખામાં છે. તૂટક રેખા: વહાણથી. ઝાંખા: સ્થળ અનિશ્ચિત.

દરેક બિંદુ સૌથી સંભવિત સ્થાન છે; આછું બિંદુ એટલે ઓળખ અનિશ્ચિત છે. જે સ્થળોનું સ્થાન અજ્ઞાત છે તે નકશા પર નથી.

સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · UBS Bible Routes, Dr Leen Ritmeyer © United Bible Societies 2023, CC BY-SA 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો