અન્વેષણ › માર્ગો › શામશૂનની મુસાફરીઓ
માર્ગો
શામશૂનની મુસાફરીઓ
તિમ્ના, આશ્કલોન, ગાઝા અને સોરેકની ખીણ · 9 મુકામ · સીધી રેખાઓમાં ≈ 300 કિ.મી.
જ્યાં રેખા જમીનના આકારને અનુસરે છે, ત્યાં તે એક વિદ્વાને પુનર્રચેલો સંભવિત રસ્તો છે. અંતર મુકામો વચ્ચેની સીધી રેખાઓમાં છે, આશરે; પગપાળા દિવસો રોજના આશરે 30 કિ.મી. ગણીને છે.
મુકામો
- સોરાહન્યાય 13:2
ત્યાં દાનના કુંટુબનો સોરાહનો રહેવાસી માનોઆ નામનાં એક માણસ હતાં. તેની પત્નીને સંતાન તથા ન હતાં.
- તિમ્નાન્યાય 14:1
સામસૂન તિમ્ના નગરમાં ગયો, ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ, જે પલિસ્તીઓની દીકરીઓમાંની હતી.
- આશ્કલોનન્યાય 14:19
ત્યારે ઈશ્વરનો આત્મા અચાનક સામસૂન પર પરાક્રમ સહિત આવ્યો. સામસૂન આશ્કલોનમાં ગયો અને તેઓમાંના ત્રીસ પુરુષોને મારી નાખ્યા. તેણે તેઓનો લૂંટેલો માલ લઈ લીધો અને જેઓએ તેના ઉખાણાનો જવાબ આપ્યો હતો તેઓને તેણે ત્રીસ વસ્ત્રોની જોડ આપી. તે ક્રોધાયમાન થયો અને તે પોતાના પિતાના ઘરે જતો રહ્યો.
- એટામન્યાય 15:8
પછી તેણે તેઓને મારીને તેઓનો પૂરો સંહાર કર્યો. પછી તે જઈને એટામ ખડકની ગુફામાં રહ્યો.
- લેહીન્યાય 15:9
ત્યારે પલિસ્તીઓ ચઢી આવ્યા અને તેઓએ યહૂદામાં યુદ્ધ માટે તૈયારી કરી અને તેઓનું સૈન્ય લેહીમાં ફેલાઈ ગયું.
- ગાઝાન્યાય 16:1
સામસૂન પલિસ્તીઓના નગર ગાઝામાં ગયો અને ત્યાં એક ગણિકાને જોઈ અને તે તેની પાસે રાત વિતાવવાને ગયો.
- હેબ્રોનન્યાય 16:3
સામસૂન મધરાત સુધી સૂઈ રહ્યો. મધરાતે ઊઠીને તેણે નગરના દરવાજાના કમાડ તથા બન્ને બારસાખો પકડી. ભૂંગળ સહિત તેને ખેંચી કાઢીને તેઓને તેમના ખભા પર મૂકીને હેબ્રોન પર્વતની સામેના શિખર પર લઈ ગયો.
- સોરેકની ખીણન્યાય 16:4
તે પછી એવું થયું કે, સામસૂનને સોરેકની ખીણમાં રહેતી દલિલા નામની એક સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો.
- ગાઝાન્યાય 16:21
પલિસ્તીઓએ તેને પકડીને તેની આંખો ફોડી નાખી. તેઓ તેને ગાઝામાં લાવ્યા અને તેને કાંસાની બેડીઓ પહેરાવી. તેની પાસે બંદીખાનામાં ચક્કી પિસાવી.
રેખાઓ પાઠના ક્રમમાં પડાવોને જોડે છે. જ્યાં રેખા જમીનના આકારને અનુસરે છે, ત્યાં તે એક વિદ્વાને ફરી રચેલો સંભવિત માર્ગ છે; બીજે બધે સીધી રેખા — માર્ગ જાણીતો નથી. અંતરો પડાવો વચ્ચેની સીધી રેખામાં છે. તૂટક રેખા: વહાણથી. ઝાંખા: સ્થળ અનિશ્ચિત.
દરેક બિંદુ સૌથી સંભવિત સ્થાન છે; આછું બિંદુ એટલે ઓળખ અનિશ્ચિત છે. જે સ્થળોનું સ્થાન અજ્ઞાત છે તે નકશા પર નથી.
સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · UBS Bible Routes, Dr Leen Ritmeyer © United Bible Societies 2023, CC BY-SA 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો