અન્વેષણ › યાત્રાળુઓ › યર્દનની પેલી પાર: બાપ્તિસ્માનું સ્થળ અને નબો પર્વત › યાબ્બોક પર પનુએલ
યર્દનની પેલી પાર: બાપ્તિસ્માનું સ્થળ અને નબો પર્વત · મુકામ 8 · દિવસ 3
યાબ્બોક પર પનુએલ
બાઇબલમાં
યાકૂબે પોતાના કુટુંબને યાબ્બોકના ઘાટ પાર મોકલ્યું અને પોતે એકલો રહ્યો; એક પુરુષે પ્રભાત સુધી તેની સાથે મલ્લયુદ્ધ કર્યું, અને યાકૂબે એ જગ્યાનું નામ પનીએલ પાડ્યું.
યાકૂબ રાત્રે ઊઠ્યો અને તેણે તેની બે પત્નીઓ, તેઓની બે દાસીઓ તથા તેના અગિયાર દીકરાઓને લીધા અને યાબ્બોકના નદીની પાર મોકલ્યા. આ રીતે તેણે તેઓને તેની સઘળી સંપત્તિ સાથે નદીની પાર પહોંચાડી દીધા. યાકૂબ એકલો રહી ગયો અને સવાર થતાં સુધી એક પુરુષે તેની સાથે મલયુદ્ધ કર્યું. જયારે તે માણસે જોયું કે તે તેને હરાવી શક્યો નથી ત્યારે તેણે તેની જાંઘના સાંધા પર પ્રહાર કર્યો અને તેની સાથે મલયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો ખસી ગયો. તે માણસે કહ્યું, “સવાર થઈ છે માટે મને જવા દે.” યાકૂબે કહ્યું, “તું મને આશીર્વાદ નહિ આપે ત્યાં સુધી હું તને જવા દઈશ નહિ.” તે માણસે તેને પૂછ્યું, “તારું નામ શું છે? “યાકૂબે કહ્યું, “યાકૂબ.” તે માણસે કહ્યું, “હવેથી તારું નામ યાકૂબ નહિ, પણ ઇઝરાયલ કહેવાશે. કેમ કે ઈશ્વરની તથા માણસોની સાથે તેં સંઘર્ષ કર્યો છે અને તું જય પામ્યો છે.” યાકૂબે તેને પૂછ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” પછી તેણે તેને આશીર્વાદ આપ્યો. યાકૂબે તે જગ્યાનું નામ પનીએલ પાડ્યું, કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મુખોમુખ જોયા છે તોપણ મારો જીવ બચી ગયો છે.” યાકૂબ પનુએલની પાર જતો હતો ત્યારે સૂર્યોદય થયો. તે જાંઘના કારણે લંગડાતો ચાલતો હતો.પરંપરા
પનુએલ ક્યાં હતું તે નિશ્ચિત નથી; એક મત તેને પ્રાચીન યાબ્બોક, ઝર્કા નદીની ઉપર તુલુલ અદ-ધહાબની જોડિયા ટેકરીઓ પર મૂકે છે.
અહીં આજે
ઝર્કાની લીલી ખીણ ઉપર છૂટાંછવાયાં ખંડેરોવાળી બે ટેકરીઓ; ત્યાં કોઈ દેવળ કે પવિત્ર સ્થાન નથી, ફક્ત નદી અને દૃશ્ય.
મુસાફરી પહેલાં, તમારા દેશની મુસાફરી સલાહ તપાસો. ખૂલવાનો સમય અને સ્થળોના નિયમો બદલાય છે — તેમનાં સત્તાવાર પાનાં જુઓ.
સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો