Bible Explorer એપ મેળવો

મુખપૃષ્ઠ › મંડળીના વર્ષનાં પર્વો › પ્રકટીકરણ-પર્વ અને દેવદર્શન-પર્વ

મંડળીના વર્ષનાં પર્વો

પ્રકટીકરણ-પર્વ અને દેવદર્શન-પર્વ

6 જાન્યુઆરીએ પશ્ચિમી મંડળીઓ જ્ઞાનીઓની મુલાકાતનું સ્મરણ કરે છે; ઓર્થોડોક્સ મંડળી દેવદર્શન-પર્વ, યર્દનમાં ઈસુનું બાપ્તિસ્મા ઊજવે છે — જુલિયન પંચાંગની મંડળીઓમાં 19 જાન્યુઆરીએ. બંનેના સુવાર્તાના ફકરા, પૂરેપૂરા.

તારીખો

વર્ષપશ્ચિમી મંડળીઓપ્રકટીકરણ-પર્વઓર્થોડોક્સ મંડળીદેવદર્શન-પર્વ
20276 જાન્યુઆરી 2027બુધવાર19 જાન્યુઆરી 2027મંગળવાર
20286 જાન્યુઆરી 2028ગુરુવાર19 જાન્યુઆરી 2028બુધવાર
20296 જાન્યુઆરી 2029શનિવાર19 જાન્યુઆરી 2029શુક્રવાર
20306 જાન્યુઆરી 2030રવિવાર19 જાન્યુઆરી 2030શનિવાર
20316 જાન્યુઆરી 2031સોમવાર19 જાન્યુઆરી 2031રવિવાર

તારીખ ઓર્થોડોક્સ કે કેથોલિક પંચાંગમાં એ દિવસનાં વાંચનો ખોલે છે.

ઓર્થોડોક્સ તારીખો જુલિયન પંચાંગ પ્રમાણે છે; રશિયન, સર્બિયન અને જ્યોર્જિયન મંડળીઓ અને આથોસ પર્વત તે પાળે છે: તેઓનાં નિયત તારીખનાં પર્વો નાગરિક પંચાંગમાં 13 દિવસ પછી આવે છે. નવા પંચાંગની મંડળીઓ (ગ્રીસ, રોમાનિયા, બલ્ગેરિયા અને બીજી) નાતાલ 25 ડિસેમ્બરે ઊજવે છે; પાસ્ખા અને તેના પર આધારિત દિવસો લગભગ બધી ઓર્થોડોક્સ મંડળીઓમાં એક જ રીતે ગણાય છે.

બાઇબલના ફકરા

માથ્થી

માથ 2:1–12

1હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, જ્ઞાની માણસોએ પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે, 2“જે બાળક જેનો જન્મ થયો છે, જે યહૂદીઓના રાજા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ.” 3એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું. 4ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?” 5તેઓએ તેને જવાબ આપ્યો કે, “યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, 6‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’” 7ત્યારે હેરોદ રાજાએ તે જ્ઞાનીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. 8તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, “તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જયારે તમને મળશે ત્યાર પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તે બાળકનું ભજન કરું.” 9તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો. 10તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા. 11ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું. 12હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.

માથ્થી

માથ 3:13–17

13ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. 14પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?” 15પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેમને બાપ્તિસ્મા આપ્યું. 16જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગ ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. 17જુઓ, સ્વર્ગમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”

માર્ક

માર્ક 1:9–11

9તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા અને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા; 10પછી તરત પાણીમાંથી બહાર આવતાં તેમણે સ્વર્ગો ખુલ્લાં થયેલા તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતા જોયા, 11અને સ્વર્ગોમાંથી વાણી થઈ કે, ‘તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.’”

યોહાન

યોહ 1:29–34

29બીજે દિવસે તે પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે કે, “જુઓ, ઈશ્વરનું હલવાન, જે માનવજગતનું પાપ દૂર કરે છે! 30તેઓ એ જ છે જેમનાં વિષે મેં કહ્યું હતું, ‘મારી પાછળ જે એક પુરુષ આવે છે, તે મારા કરતા પણ મોટો છે, કેમ કે તે મારી અગાઉ હતા. 31મેં તેમને ઓળખ્યા ન હતા; પણ તે ઇઝરાયલની આગળ પ્રગટ થાય, માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.’” 32યોહાને સાક્ષી આપી કે, ‘મેં પવિત્ર આત્માને કબૂતરની જેમ સ્વર્ગથી ઊતરતા જોયા; અને તે તેમના પર રહ્યા. 33મેં તેમને ઓળખ્યા ન હતા; પણ જેમણે મને પાણીથી બાપ્તિસ્મા આપવા મોકલ્યો, તેમણે જ મને કહ્યું હતું કે, જેમનાં પર તું આત્માને ઊતરતા તથા રહેતા જોશે, તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. 34મેં જોયું છે અને સાક્ષી આપી છે કે આ જ ઈશ્વરના દીકરા છે.’”

કલામાં

બધી કૃતિઓ

વધુ પર્વો

મંડળીના વર્ષનાં પર્વો

સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો