અન્વેષણ › માર્ગો › શાઉલની પહેલી મુસાફરીઓ
માર્ગો
શાઉલની પહેલી મુસાફરીઓ
દમસ્ક, યરુશાલેમ, તાર્સસ અને અંત્યોખ · 8 મુકામ · સીધી રેખાઓમાં ≈ 2,150 કિ.મી.
જ્યાં રેખા જમીનના આકારને અનુસરે છે, ત્યાં તે એક વિદ્વાને પુનર્રચેલો સંભવિત રસ્તો છે. અંતર મુકામો વચ્ચેની સીધી રેખાઓમાં છે, આશરે; પગપાળા દિવસો રોજના આશરે 30 કિ.મી. ગણીને છે.
મુકામો
- યરુશાલેમપ્રે.કૃ 9:2
તેણે તેની પાસેથી દમસ્કસમાંનાં સભાસ્થાનો પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.
- દમસ્કસપ્રે.કૃ 9:8
પછી શાઉલ જમીન પરથી ઊઠયો; અને તેની આંખો ખૂલી ત્યારે તે કંઈ જોઈ શકયો નહિ. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.
- યરુશાલેમપ્રે.કૃ 9:26
શાઉલે યરુશાલેમમાં આવ્યા પછી શિષ્યોની સાથે ભળી જવાની કોશિશ કરી, પણ તેઓ બધા તેનાથી બીતા હતા, કેમ કે તે શિષ્ય છે એવું તેઓ માનતા નહોતા.
- કાઈસારિયાપ્રે.કૃ 9:30
જ્યારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.
- તાર્સસપ્રે.કૃ 9:30
જ્યારે ભાઈઓના જાણવામાં તે આવ્યું ત્યારે તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, અને ત્યાંથી તેઓએ તેને તાર્સસ મોકલી દીધો.
- અંત્યોખપ્રે.કૃ 11:26
અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.
- યરુશાલેમપ્રે.કૃ 12:25
બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.
- અંત્યોખપ્રે.કૃ 13:1
હવે અંત્યોખમાં જે વિશ્વાસી સમુદાય હતો તેમાં કેટલાક પ્રબોધકો તથા ઉપદેશકો હતા, એટલે બાર્નાબાસ તથા શિમયોન જે નિગેર કહેવાતો હતો તે, તથા કુરેનીનો લુકિયસ, તથા હેરોદ રાજાનો દૂધભાઈ મનાહેમ, તથા શાઉલ.
રેખાઓ પાઠના ક્રમમાં પડાવોને જોડે છે. જ્યાં રેખા જમીનના આકારને અનુસરે છે, ત્યાં તે એક વિદ્વાને ફરી રચેલો સંભવિત માર્ગ છે; બીજે બધે સીધી રેખા — માર્ગ જાણીતો નથી. અંતરો પડાવો વચ્ચેની સીધી રેખામાં છે. તૂટક રેખા: વહાણથી. ઝાંખા: સ્થળ અનિશ્ચિત.
દરેક બિંદુ સૌથી સંભવિત સ્થાન છે; આછું બિંદુ એટલે ઓળખ અનિશ્ચિત છે. જે સ્થળોનું સ્થાન અજ્ઞાત છે તે નકશા પર નથી.
સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · UBS Bible Routes, Dr Leen Ritmeyer © United Bible Societies 2023, CC BY-SA 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો