અન્વેષણ › યાત્રાળુઓ › ગ્રીસમાં પાઉલ › ફિલિપ્પી: ફોરમ અને પાઉલનું કેદખાનું
ગ્રીસમાં પાઉલ · મુકામ 3 · દિવસ 1
ફિલિપ્પી: ફોરમ અને પાઉલનું કેદખાનું
બાઇબલમાં
પાઉલ અને સિલાસને ઘસડીને ચોકમાં લઈ જવામાં આવ્યા, મારવામાં આવ્યા અને કેદમાં નાખવામાં આવ્યા; મધરાતે, તેઓ સ્તોત્રો ગાતા હતા ત્યારે, ધરતીકંપથી કેદખાનાનાં બારણાં ઊઘડી ગયાં. પછીથી પાઉલે અહીંના સંતોને પત્ર લખ્યો.
પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા. તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે. અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે. ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી. અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી. અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં. ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા; ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.ખ્રિસ્ત ઈસુમાં ફિલિપ્પીમાંના સર્વ સંતો, અધ્યક્ષો તથા સેવકો, તે સર્વને ઈસુ ખ્રિસ્તનાં દાસો પાઉલ તથા તિમોથી લખે છેપરંપરા
પ્રારંભિક ખ્રિસ્તી સમયથી ફોરમની બાજુમાંનું રોમન સમયનું એક નાનું ભોંયરું પાઉલના કેદખાના તરીકે બતાવાય છે; કદાચ તે ટાંકું હતું. અહીંનું એક પ્રારંભિક દેવળ 4થી સદીમાં પાઉલને સમર્પિત થયું હતું.
અહીં આજે
વિયા એગ્નાટિયાની બાજુમાં ખોદકામ: 2જી સદીનું ફોરમ, નાટ્યગૃહ, અષ્ટકોણ દેવળ અને મોટાં બેસિલિકા; વિશ્વ ધરોહર સ્થળ.
મુસાફરી પહેલાં, તમારા દેશની મુસાફરી સલાહ તપાસો. ખૂલવાનો સમય અને સ્થળોના નિયમો બદલાય છે — તેમનાં સત્તાવાર પાનાં જુઓ.
સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો