અન્વેષણ › જૂના નકશા › સુલેમાનના જિલ્લાઓ
નકશો પૂરા કદમાં ખોલો (2530 × 3000)
જૂના નકશા · 1826
સુલેમાનના જિલ્લાઓ નકશો બનાવનાર: Tanner, Henry Schenck · વર્ષ: 1826
હેન્રી એસ. ટેનરે 1826માં ફિલાડેલ્ફિયામાં “પવિત્ર અને લૌકિક બંને પ્રકારના પ્રાચીન લેખકોનાં લખાણો સ્પષ્ટ કરવા” પ્રકાશિત કરેલા “પ્રાચીન ભૂગોળના એટલાસ”માંથી. આ પટ એ બાર જિલ્લાઓ દોરે છે જેઓના અધિકારીઓ સુલેમાનના કુટુંબને ખોરાક પૂરો પાડતા, દરેક વર્ષમાં એક મહિનો; તેઓનાં નામ રાજાઓના પહેલા પુસ્તકના અધ્યાય 4માંના અધિકારીઓ પરથી છે: બેન-હૂર, બેન-દેકેર, બાના, ગેબેર અને બીજા.
Library of Congress પર નકશો
ફકરા 1 રાજા 4:7–19 સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો. આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર, માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોનબેથમાં હાનાન, અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો. દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું. તાનાખ તથા મગિદ્દો, સારેથાનની બાજુનું તથા યિઝ્રએલની નીચેનું આખું બેથ-શેઆન, બેથ-શેઆનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલૂદનો દીકરો બાના, રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો. માહનાઇમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ હતો. અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું. આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના, ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ. અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો. અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.
સ્રોતો: ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0 ; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો