કુદરતી રંગોમાં માલ્ટાના ટાપુઓ, ઉત્તર ઉપર: ઉત્તર-પશ્ચિમમાં ગોઝો, નાનો કોમિનો અને મુખ્ય ટાપુ માલ્ટા. અહીં, બાઇબલ જે ટાપુને માલ્ટા કહે છે તેના પર, રોમ જતાં પાઉલનું વહાણ ભાંગ્યું હતું.
ભ્રમણકક્ષામાંથી
સિસિલી પરથી દક્ષિણ તરફનું દૃશ્ય, ઉત્તર-પૂર્વ ખૂણા પાસે બરફાચ્છાદિત એટના પર્વત અને દક્ષિણ કિનારાની પેલી પાર દૂર માલ્ટાના ટાપુઓ. માલ્ટાથી પાઉલ સિસિલીના પૂર્વ કિનારે સિરાકુસ અને ત્યાંથી આગળ રોમ તરફ વહાણમાં ગયો.