અન્વેષણ › યાત્રાળુઓ › એક અઠવાડિયામાં પવિત્ર ભૂમિ › નાઈન
એક અઠવાડિયામાં પવિત્ર ભૂમિ · મુકામ 23 · દિવસ 7
નાઈન
દરિયાની સપાટીથી 228 મી. ઊંચે

બાઇબલમાં
નાઈનના દરવાજે ઈસુને એક વિધવાના એકના એક દીકરાની સ્મશાનયાત્રા મળી; તેમને તેના પર દયા આવી, તેમણે નનામીને સ્પર્શ કર્યો અને જુવાનને ઉઠાડ્યો.
લૂક 7:11–15
થોડા દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયા, અને તેમના શિષ્યો તથા ઘણાં લોકો પણ તેમની સાથે ગયા. હવે તેઓ શહેરના દરવાજા પાસે આવ્યા ત્યારે જુઓ, તેઓ એક મરેલા માણસને બહાર લઈ જતા હતા; તે તેની માનો એકનો એક દીકરો હતો, અને તે વિધવા હતી; શહેરના ઘણાં લોક તેની સાથે હતા. તેને જોઈને પ્રભુને તેના પર અનુકંપા આવી, અને ઈસુએ તે સ્ત્રીને કહ્યું કે, ‘રડીશ નહિ.’” ઈસુએ મૃત્યુ પામેલી વ્યક્તિની પાસે જઈને તેની ઠાઠડી અડક્યા એટલે તે મૃતદેહ ઊંચકનારા ઊભા રહ્યા. અને ઈસુએ કહ્યું કે, ‘જુવાન, હું તને કહું છું કે, ઊઠ સજીવન થા.’” જે મૃત્યુ પામેલો હતો તે ઊભો થયો, અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.અહીં આજે
મોરેહની ટેકરીના ઢોળાવ પર નાનું ગામ; 1881નું સાદું ફ્રાન્સિસ્કન દેવળ એક જૂના દેવળના અવશેષો પર ઊભું છે.
મુસાફરી પહેલાં, તમારા દેશની મુસાફરી સલાહ તપાસો. ખૂલવાનો સમય અને સ્થળોના નિયમો બદલાય છે — તેમનાં સત્તાવાર પાનાં જુઓ.
સ્રોતો: OpenBible.info, CC BY 4.0 · ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી · © 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · સ્રોતો અને અધિકારો